2 Kings 22 : 1 (GUV)
જ્યારે યહૂદાનો નવો રાજા યોશિયા ગાદીએ આવ્યો ત્યારે આઠ વર્ષનો હતો, તેણે યરૂશાલેમ પર એકત્તીસ વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની પુત્રી હતી.
2 Kings 22 : 2 (GUV)
તેનું શાસન સારું હતું. તે તેના પિતૃ દાઉદને પગલે ચાલ્યો અને સંપૂર્ણ રીતે યહોવાને આધીન રહ્યો.
2 Kings 22 : 3 (GUV)
પોતાના રાજયના 18 મેં વષેર્ તેણે મશુલ્લામના પુત્ર અસાલ્યાના પુત્ર શાફાનને બોલાવ્યો અને તેમને યહોવાના મંદિરમાં આ સંદેશો આપીને મોકલ્યો:
2 Kings 22 : 4 (GUV)
“મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, તે પૈસા સાથે તૈયાર રહે જે પૈસા લોકોએ યહોવાને અર્પણ કર્યા હતા અને દરવાનોએ એકઠા કર્યા હતાં.
2 Kings 22 : 5 (GUV)
અને પછી યહોવાના મંદિરમાં ચાલતા કામના વ્યવસ્થાપકોને સોંપતા.
2 Kings 22 : 6 (GUV)
તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા.
2 Kings 22 : 7 (GUV)
તેમને સોંપેલાં નાણાંનો તેઓ હિસાબ માગવાના નથી. કારણ, તેઓ પ્રામાણિક છે.”
2 Kings 22 : 8 (GUV)
મુખ્યયાજક હિલ્કિયાએ સચિવ શાફાનને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પોથી શાફાનને આપી અને તેણે તે વાંચી જોઈ.
2 Kings 22 : 9 (GUV)
પછી સચિવ શાફાને રાજા પાસે જઈને જણાવ્યું કે, “આપના સેવકોને મંદિરમાંથી ચાંદી મળી અને તે તેમણે મંદિરનું સમારકામ કરતાં માણસોને આપી દીધી.”
2 Kings 22 : 10 (GUV)
પછી તેણે ખબર આપી કે, “યાજક હિલ્કિયાએ મને એક પોથી આપી છે.” અને તેણે રાજાને તે પોથી મોટેથી વાંચી સંભળાવી.
2 Kings 22 : 11 (GUV)
એ જે ક્ષણે રાજાએ ટીપણાંમાં શું લખેલું છે સાભળ્યું, રાજા ખૂબ વ્યથિત બની ગયો અને તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
2 Kings 22 : 12 (GUV)
તેણે હિલ્કિયા યાજકને, શાફાનને, પોતાના મદદનીશ અસાયાને, શાફાનના પુત્ર અહીકામને તથા મીખામાહના પુત્ર આખ્બોરને આજ્ઞા કરી.
2 Kings 22 : 13 (GUV)
જાઓ અને મારા અને લોકોના વતી આ જે પોથી મળી આવી છે તેમાંનાં વચનો વિષે યહોવાને પ્રશ્ર્ન કરો. આપણા પર યહોવા ખૂબ રોષે ભરાયા છે અને તેઓ આપણને સજા કરશે, કારણકે આપણા પૂર્વજોએ આ પોથીમાં જે કંઈ કરવાનું લખવામાં આવ્યું છે તેનું પાલન કર્યુ નહોતું. તેમાં જે આપણે કરવું જોઇએ તેમ કહ્યું છે, તે આપણે નહોતું કર્યું.”
2 Kings 22 : 14 (GUV)
યાજક હિલ્કિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયાલ પ્રબોધિકા હુલ્દાહની સલાહ લેવા ગયા, તેણી તિકવાહનો પુત્ર અને હાહાર્સનો પૌત્ર, શાલ્લુમની પત્ની હતી. શાલ્લુમ મંદિરના વસ્રભંડારનો ઉપરી હતો, તેની પત્ની હુલ્દાહ યરૂશાલેમ નગરમાં બીજા વિસ્તારમાં રહેતી, તેણી એક પ્રબોધિકા હતી.
2 Kings 22 : 15 (GUV)
આ પ્રબોધિકાએ ઇસ્રાએલના યહોવા દેવ તરફથી તેઓને સંદેશો આપ્યો, “તમને મારી પાસે મોકલનાર માણસને કહેજો,
2 Kings 22 : 16 (GUV)
“યહોવા આમ કહે છે, “જુઓ હું આ નગર અને તેના લોકો પર મુશ્કેલીઓ લાવવાનો છું. હા, યહૂદાના રાજાએ પુસ્તકમાં વાંચ્યા પ્રમાણે.”
2 Kings 22 : 17 (GUV)
કારણ એ લોકોએ મને છોડી દઈને બીજા દેવોને ધૂપ અર્પણ કરવાનું શરૂ કર્યુ છે. આ બધાં કુકમોર્થી તેમણે મને ગુસ્સે કર્યો છે; મારો રોષ આ ભૂમિ પર ભભૂકી ઊઠશે અને તે શાંત પડવાનો નથી.”
2 Kings 22 : 18 (GUV)
અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે.
2 Kings 22 : 19 (GUV)
જ્યારે તમે ખૂબ દિલગીર થયા અને મારા પગે પડ્યા, જ્યારે તમે જાણ્યું કે આ નગર અને તેના લોકો શ્રાપિત થશે અને નિર્જન થઇ જશે, ત્યારે તમે તમારા વસ્રો ફાડી નાખ્યાં અને પશ્ચાતાપથી મારી પાસે રડ્યાં, તેથી હું પણ તમને સાંભળીશ.” અને એટલે હું આ જગ્યા પર જે આફતો ઉતારનાર છું તે તારે નજરે જોવી નહિ પડે.
2 Kings 22 : 20 (GUV)
તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઈ જશે, અને શાંતિથી તું કબરમાં પહોંચી જશે.” તેઓ આ ઉત્તર લઈને રાજા પાસે ગયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20